Contact-Us

Society History

Society History

સંસ્થાનો ઈતિહાસ


 “ ગાંધીનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ.”

સ્થાપના સમયે મંડળીનું નામ  (૦૩/૦૩/૧૯૬૭)

 

“ગાંધીનગર તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ.”

દહેગામ અને માણસા તાલુકાની રચના થતા મંડળીના નામ માં ફેરફાર  (૨૬/૧૦/૧૯૯૯)

 

“ગાંધીનગર તાલુકા અને શહેરી પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ.”

ગાંધીનગર મહાનગર પાલિકાનું વિસ્તરણ થવાથી મંડળીના નામ માં ફેરફાર (૨૬/૧૦/૨૦૨૩)

 

                              મંડળીના આદ્ય સ્થાપકોએ મંડળીની સ્થાપનાનો હેતુ શિક્ષકો પરસ્પર એક બીજાની મદદરૂપની ભાવનાને ધ્યાને લઇ શરુ કરવામાં આવેલ હતી. મંડળી શરૂઆતના વર્ષોમાં ફરતી મંડળી હતી, એટલે કે મંત્રીશ્રી પોતાની જે તે સ્કૂલ માં દફતર રાખતા હતા, જેના કારણે મોટે ભાગે બહેનો હોવાથી, તેમજ વાહન વ્યવહારની  સુવિધાનો અભાવ, આંતરિક ગામડાના રસ્તા જેવા કારણોને લીધે એક સ્થાયી મંડળીનું પોતાનું બિલ્ડીંગ સમગ્ર કાર્યક્ષેત્રની મધ્યમાં સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે વસાવવામાં આવ્યું. જે આજે પણ કાર્યરત જોવા મળેલ છે. સાથ.. સહકાર.. સગઠન.. ના પાયા ઉપર ચાલતી મંડળી વડીલોના આશીર્વાદથી જોત જોતામાં આજે ૬૦ વર્ષ પુરા થયેલ છે.આજે આપણી મંડળી હરણફાળ ભરી એક નમુના રૂપ ઉભરાતી જોવા મળી છે. આજના સમયને અનુરૂપ મંડળીમાં આજે કોમ્પ્યુટરરાઈઝ વહીવટ જોવા મળે છે. આજે સમગ્ર પંથક માં આપણી મંડળી એક ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થઇ છે. અનેક મંડળીનું  પ્રતિનિધિ મંડળ મંડળીની મુલાકાતે આવે છે અને મંડળીની માહિતી તેમજ માર્ગદર્શન મેળવી મેળવી પોતે અનુકરણ કર્તા બન્યા છે.

  • આતો ઈતિહાસની માત્ર ઝાંખી છે... અહી ઈતિહાસ પૂરો થતો નથી...

જય હિંદ  - જય ભારત - જય જય ગરવી ગુજરાત

 

રજીસ્ટ્રેશન નંબર : સે.૧૦૭૭

રજીસ્ટ્રેશન તારીખ  : ૦૩/૦૩/૧૯૬૭